Site icon © NEJA NEWS UPDATE 24

પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા

પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

પોરબંદર, 5 જુલાઈ: પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોરબંદર વીલા સર્કીટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં મંત્રીશ્રીએ સ્વચ્છતા, કેનાલ, પાણી, અનાજ વિતરણ અને આરોગ્ય સહિતના કામોની તલસ્પર્શી માહિતી મેળવી અને બાકી રહેલા કામોને તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી.

આ બેઠકમાં ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમાર, જિલ્લા કલેકટર શ્રી કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન ઠક્કર, એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા, અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા અને શ્રી રેખાબા સરવૈયા સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ પાણી પુરવઠો, કેનાલના કામો, સિંચાઈ, અન્ન પુરવઠો, કૃષિ, વીજ પુરવઠો અને આરોગ્ય તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણ લક્ષી યોજનાઓના કામગીરીની સમીક્ષા કરી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી પણ મંત્રીશ્રીએ સમીક્ષા કરી. મંત્રીશ્રીએ પી.એમ. જે .વાય. આયુષ્માન કાર્ડ અને વીમા યોજના, આરોગ્ય કેન્દ્રના કામો અને રાજ્ય અને કેન્દ્રની ફ્લેગ શિપયોજનાના લાભાર્થીને પાત્રતા આધારે લાભ મળે તે માટે માર્ગદર્શન આપ્યું.

કચેરીની ઉપલબ્ધ જગ્યામાં વૃક્ષારોપણ કરવા તેમજ અમિપુર ડેમના દરવાજા ની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કોસ્ટલ એરિયામાં પાણી સંગ્રહ માટે અને ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાત મંદ પરિવારોને મકાન માટે યોજનાઓના લાભ મળે તે માટે માર્ગદર્શન આપ્યું.

પોરબંદર જિલ્લા

આ બેઠકના પ્રારંભે કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું. પ્રાંત અધિકારીઓ અને વિવિધ કચેરીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.

Exit mobile version